GujaratSouth GujaratSurat

સંપત્તિ માટે સુરતમાં સાસુ-વહુ વચ્ચે ઝઘડો, સાસુના વાળ પકડીને વહુએ માર માર્યો

સુરત શહેરથી પારિવારિક ઝઘડાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ સગુન સોસાયટીથી આ ઘટના સામે આવી છે. જેમાં વહુ અને સાસુ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. આ બાબતનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ ઘટનાને લઈને સતત ચર્ચાનો માહોલ બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં સગુન સોસાયટીમાં રહેનાર જ્ઞાનેશ્વર પાટીલ સાથે તેમની પત્નીનો ઝઘડો ઘણા સમયથી ચાલી રહ્યો હતો. પત્ની દ્વારા અવારનવાર સંપતિની માંગણી કરી પરિવારના લોકો સાથે ઝઘડો પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એવામાં વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, વહુ દ્વારા સાસુને સંપત્તિના ઝઘડાને લઈ માર મારવાનો શરુ કરી દેવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોની સામે જ વહુ દ્વારા સાસુ પર એક બાદ એક તમાચા મારવામાં આવ્યા હતા.

આ મામલામાં જ્ઞાનેશ્વર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થોડા વર્ષો અગાઉ મારી પત્ની દ્વારા મારા ઉપર દહેજ માંગવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે લોકો દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું અને અમે તેને પિયરથી અમારા ઘરે લઇ આવ્યા હતા. ત્યાર બાદ તેના દ્વારા અમે જે મકાનમાં રહી રહ્યા છીએ તે તેના નામ પર કરી દેવા માટે તેના દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.

તેમ છતાં આ પ્રોપર્ટી પણ મારા માતા-પિતાના નામ પર રહેલી હતી. જ્યારે સમાધાન બાદ આ પ્રોપટી મારી પત્ની અને મારા નામ ઉપર કરી લેવામાં આવી હતી. એવામાં અમારા વતનમાં રહેલી પ્રોપટી પણ પોતાના નામે કરાવી આપવાની તેના દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી હતી. તેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવતા અમારી સાથે તેને ઝઘડો કરવાનું શરુ કરી દીધું હતું. એવામાં આજે તેના દ્વારા મારી માતાને માર મારવામાં આવ્યો હતો. આ મામલામાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અમારા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.