હરિયાણામાં ટ્રેલર અને ક્રેટા કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહેસાણાના ચાર યુવકોના મોત
હરિયાણાના ગઝ્ઝર જિલ્લાથી કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મહેસાણાના ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવારમાં માટે મોકલી દેવામાં આવ્યો છે. તેની પણ હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી મુજબ, હરિયાણાના KMP એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મહેસાણાના ચાર લોકોના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. જેમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમ છતાં તેની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક રિફર કરાયો છે. જ્યારે આ અકસ્માત KMP એક્સપ્રેસ હાઈવે પર બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ક્રેટા કારમાં સવાર પાંચ લોકો બહાદુરગઢથી તરફ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એવામાં અચાનક ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પરથી ગુમાવી દેતા કાર ટ્રેલર સાથે ટકરાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને પીજીઆઈ રોહતક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ચાર લોકોના મૃતદેહને પીએમ અર્થે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ તમામ લોકો મૃતકો ગુજરાતના મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. આ લોકો ગાયોની ખરીદી માટે હરિયાણા આવેલા હતા.