ગાંધીધામમાં છકડા અને ટ્રક વચ્ચે થયો ભયંકર અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓના સતત બનાવો સામે આવતા હોય છે. ત્યારે એવામાં આજે એવો જ એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ માં ભયંકર અકસ્માત સર્જાયો છે. ગાંધીધામમાં છકડા ઉપર ટ્રક ફરી વળતા છકડાનો કચ્ચરઘાણ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટના લીધે તે મથક પર ચકચાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ જિલ્લાના ગાંધીધામમાં કાર્ગો નજીક એક છકડો જઈ રહ્યો હતો તે દરમિયાન એક ટ્રક તેને અથડાઈ ગયો હતો. જેના લીધે ભયંકર અકસ્માત થયો હતો. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક છકડા પર જ ફરી વળ્યો હતો, જેના લીધે છકડો ટ્રક નીચે આવી જતા તેમાં રહેલા ત્રણ લોકોના કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે છકડા પર ટ્રક ફરી વળતા છકડાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
અકસ્માત થતા જ આજુબાજુમાં રહેનાર લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ છકડામાં ફલાયેલા મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના એવી કરુણતા સામે આવી હતી. અને તેમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.