ગાંધીનગરથી આવ્યા મોટા સમાચાર, હથીયારો સાથે ચાર વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ, તેમનો પ્લાનિંગ જાણી થઈ જશો ચકિત
ગાંધીનગર જિલ્લાના ચિલોડા માંથી પોલીસની ટીમને એક મોટી સફળતા મળી છે. જેમાં પોલીસ દ્વારા ત્રણ હથિયાર સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ તેમાં પણ અનેક ખુલાસો સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ આરોપીથી ત્રણ તમંચા અને પંદર જેટલા કારતૂસ જપ્ત કરી છે. તે બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કેમ કે હાલના સમયમાં ગુજરાતમાં કિશન ભરવાડનો ફાયરીંગ કેસ ચર્ચામાં રહેલો છે. એવામાં હવે ફરીથી હથીયારો મળી આવતા ગુજરાતનો માહોલ ગમગીન બન્યો છે.તેની સાથે જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા પકડવામાં આવેલ ચારેય આરોપીઓના નામ આસિફ, નવાબ, બાબુ શેખ અને મકસુદ રહેલ છે. ચિલોડા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ પાસેથી ત્રણ હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે પોલીસ દ્વારા આ હથિયાર ક્યાંથી આવ્યા તેની તપાસ કરતા મોટી જાણકારી સામે આવી છે.
પોલીસ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ મહિના અગાઉ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના એક મોલાના અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મદ્રેસાના નામથી ઉઘરાણી કરવામાં આવી હતી. આ ફંડના આધારે ત્રણ હથીયારોની ખરીદી કરવામાં આવી હતી. તેની સાથે એ પણ સામે આવ્યું છે કે, કોઈ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાના ઈરાદાથી આ હથીયારોની ખરીદી કરવામાં આવી હતી.
આ કારણોસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. એવામાં ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એસટી બસમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ હથીયાર લઇ જતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા તેનાથી પુછપરછ કરવામાં આવી તો તેમને યોગ્ય જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ તેના સામાનનું ચેકિંગ કર્યું તો તેમાંથી હથીયાર મળી આવ્યા હતા.
તેની સાથે જાણકારી એ પણ સામે આવી છે કે, આ તમામ ષડયંત્ર પાછળ ઉત્તર પ્રદેશના બે મોલાનાના નામે સામે આવ્યા છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેનું નામ વોન્ટેડ મોલાના નસરુદમુલ્લા અને છોટેખાન ઉર્ફે છોટુ છે તે હાલ ફરાર છે. એવામાં પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ પર લીધેલા છે. તેમનાથી વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.