Gandhinagar

ગાંધીનગર મહાનગરપાલિકા બની કોંગ્રેસ મુક્ત, બે કોર્પોરેટરે આપ્યા રાજીનામા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી- 2024 અને 5 બેઠકો પર વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે ગાંધીનગર મહાનગરપાલિકામાં બે કોર્પોરેટર રહેલા હતા. એવામાં 28 માર્ચના બંને દ્વારા રાજીનામા આપી દેવામાં આવતા ગાંધીનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા અંકિત અશ્વિનકુમાર બારોટ અને કોર્પોરેટર ગજેન્દ્રસિંહ કનુભા વાઘેલા દ્વારા કોર્પોરેટર કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ થી રાજીનામું આપવામાં આવ્યું છે. તેની સાથે તમામ જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરી નાખ્યા છે. બંને દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામા લખવામાં આવ્યા છે.

તેની સાથે જણાવી દઈએ કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 44 કોર્પોરેટર રહેલા છે, જેમાં 41 ભાજપના, 2 કોંગ્રેસના અને એક AAP નો કોર્પોરેટર રહેલ છે. હવે બે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા રાજીનામા આપતા વિપક્ષમાં AAP નો એક જ  કોર્પોરેટર રહેલ છે. એવામાં તે રાજીનામું આપશે તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇતિહાસ સર્જાશે અને GMC  વિપક્ષ મુક્ત બની જશે.