India

આ મહિલા મામલતદારને લાંચ પેટે ભેંસ આપવા પહોંચી, પછી થયું આવું

સરકારી અધિકારીઓ ઘણી વખત લાંચ લેતા પકડાયા છે. ક્યાંક રોકડ રૂપિયા તો ક્યાંક મકાન, એસી જેવી વસ્તુઓ પણ લાંચ પેટે મંગાય છે. જો કે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા લાંચ માટે ભેંસ લઈને પહોંચી ગઈ.મધ્યપ્રદેશમાં મામલતદારના કાર્યાલયમાં એક મહિલા ભેંસ લઈને પહોંચી.મહિલા તેના નામમાં ફેરફાર કરાવવું માંગતી હતી પણ તેનો આરોપ છે કે અધિકારી નામ ફેરફાર કરવા માટે લાંચ માંગતા હતા જેથી તે લાંચ પેટે ભેંસ લઈ આવી.

જો કે અધિકારીઓ આ જોઈને ચોંકી ગયા અને ભેંસ પરત કરી દીધી. અધિકારીએ લાંચ ના આરોપોને પણ નકારી દીધા છે જોકે મહિલાનું કહેવું છે કે તેની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા.મહિલાએ જણાવ્યું કે મેં પૈતૃક સંપત્તિમાં નામ બદલવા માટે અરજી કરી હતી. તે કામ માટે અધિકારીએ 10000 રૂપિયાની લાંચ માંગી હતી.મારી પાસે પૈસા ન હોવાથી હું લાંચ પેટે ભેંસ લઈ આવી.