GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં ભારે વરસાદથી લાચર બનેલા જગતના તાત માટે આવ્યા સારા સમાચાર

હાલમાં થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. જે ગુજરાતમાં ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો. ભારે વરસાદથી ખેડૂતો ના ખેતરો માં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જયારે કેટલાક ખેડૂતોના ઉભા પાક પણ નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતોના તો આખે આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે લાચર બનેલા જગતના તાત માટે સારા સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ થઈ ગયો જેના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આ લાચાર બની ગયેલા ખેડૂતોની ચોમાસું સિઝન તો ફેલ ગઈ છે પરંતુ શિયાળુ સિઝનમાં વળતર મેળવી શકે તે માટે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ભારે વરસાદને કારણે નુકસાન થયેલની સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આફત બનીને આવેલ વરસાદને કારણે 12 જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. આ 12 જિલ્લાના અંદાજે 4 હજારથી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શેરડી, ડાંગર, મગફળી, શાકભાજી અને કપાસના પાકને ઘણું નુકસાન થયું છે. ગુજરાત સરકારે આ સર્વેની કામગીરી માટે કૃષિ વિભાગની 600થી વધુ ટીમો કામે લગાડી છે.

જો કે આ સર્વેની કામગીરી ક્યારે પૂરી થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કારણ કે રાજ્યમાં હજુ પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો આ વરસાદ ફરીથી પડશે તો આ સર્વેની કામગીરી રોકાઈ જશે. પરંતુ જો વરસાદ નહીં આવે તો આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે જેવું કૃષિ અધિકારીઓ નિવેદન આપવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.