ગુગલ ક્રોમ વાપરતા હોય તો આ સમાચાર ખાસ વાંચો, સરકારે આપી મોટો ચેતવણી
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર સાયબર એટેક હેઠળ આવી શકે છે.CERT-In અનુસાર, ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ જોવા મળી છે.
જે સાયબર હુમલા માટે જવાબદાર હોઈ શકે છે. તેનાથી બચવા માટે CERT-In દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.CERT-In એ સાયબર હુમલાથી બચવા માટે ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. જો આ કરવામાં ન આવે તો, હેકર્સ મનસ્વી કોડનો ઉપયોગ કરીને સિસ્ટમ પર નિયંત્રણ મેળવી શકે છે.
હાલમાં ગૂગલ દ્વારા ક્રોમની 98 ખામીઓ દૂર કરવામાં આવી છે. આમાં કુલ 27 સુરક્ષા ફિક્સનો સમાવેશ થાય છે. એજન્સીએ કહ્યું કે ગૂગલ ક્રોમ 98.0.4758.80 પહેલાના વર્ઝનને હેક કરી શકાય છે. Google Chrome ના જૂના વર્ઝન નો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ જોખમમાં હોઈ શકે છે. સરકાર દ્વારા જારી કરાયેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે ક્રોમ બ્રાઉઝરમાં ઘણી સમસ્યાઓ જોવા મળી છે. વેબ એપ, યુઝર ઈન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઈલ API, ઓટોફિલ અને ડેવલપર ટૂલ્સ જેવી કેટલીક ખામીઓ ઓળખવામાં આવી છે.