લંડનમાં મૂળ ગુજરાતી ડોક્ટરની શરમજનક કરતૂત: મહિલાઓ સાથે તપાસના બહાને કર્યું આવું કામ
ઈસ્ટ લંડનમાં ભારતીય મૂળના ડોક્ટર મનીષ શાહે છેલ્લા પાંચ વર્ષમાં બિનજરૂરી તબીબી સેવાઓ આપીને ડઝનેક મહિલા દર્દીઓ પર જાતીય શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.મહિલાઓને કેન્સરની બિમારીને લઈને બિનજરૂરી ટેસ્ટ કરાવાનું કહેતો હતો અને મહિલાઓનું જાતીય શોષણ કરતો હતો.જો તે દોષિત ઠરશે તો તેને જેલની હવા ખાવી પડશે.
મનીષે હોલીવુડ સ્ટાર એંજલિના જોલીનો સહારો લઈને પણ એક મહિલાને ડરાવી હતી. તેણે એન્જલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયું હતું તેની ખોટી કહાની પણ સંભળાવી હતી. તે મહિલાઓને ડર બતાવીને મહિલાઓને સ્તન કેન્સર ના ચેકઅપ કરાવવાનું કહેતો હતો. 17 મહિલાઓએ શરીરને ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લાગાવ્યો હતો.
આરોપી ડોકટરે 2009થી 2013 દરમિયાન આ કરતૂતો કરી હતી. 20થી 30 વર્ષની 20 મહિલાઓનું જાતીય શોષણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.મનીષે કહ્યું કે તેઓ મહિલાઓના સ્તન અને ગુપ્ત અંગના ટેસ્ટ કરાવતા હતા જે જરૂરી ન હતા.
તે ઘણી અશ્લિલ કમેન્ટ્સ કરતો હતો.રિપોર્ટ્સ અનુસાર તે મહિલાઓનને ખોટી રીતે સ્પર્શ કરતો અને ક્યારેક ભેટીને ચુંબન પણ કરતો હતો. 2013માં આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મનિષ શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે તપાસ શરુ કરી હતી. જો કે હવે 25 ગુનાઓ મામલે મનીષ શાહ ને ફેબ્રુઆરીમાં સજા સંભળાવવામાં આવશે.