વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તે જ રીતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટીને સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કેમ કે સતત આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની સાથે કોર્પોરેટરો દ્વારા પાર્ટીને છોડવામાં આવી રહી છે. આજે પણ એવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે.
તાજેતરમાં જ આપના કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે આજે એવી સ્થિતિ ઉભી થઈ છે. આમ આદમી પાટીના વધુ બે કોર્પોરેટર ગુમ થઈ ગયા છે. તેના લીધે ફરીથી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતા રહેલી છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, સુરતમાં મહિલા કોર્પોરેટરનો ફોન છેલ્લા 24 કલાકથી બંધ આવી રહ્યો છે જેના કારણે આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. કેમકે તેના હાલ કોઈ સમાચાર સામે આવી રહ્યા નથી.
જ્યારે હવે ચર્ચા થઈ રહી છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાનું આમે આવ્યું છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીમાં વધુ એક વખત ગાબડું પડી તેવી શક્યતા છે. આ અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને છોડવામાં આવી હતી. તેની સાથે જો આવી રીતે એક બાદ એક કોર્પોરેટરો દ્વારા પાર્ટી છોડવામાં આવશે તો તેનું આમ આદમી પાર્ટીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ સિવાય તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે ભાજપમાં જોડાઈ ગયા હતા. AAP નાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડ્યા હતા. તેના લીધે હવે આ બે કોર્પોરેટર ગુમ થતા તેવી જ શક્યતાઓ જોવા મળી રહી છે.