ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ જ્ઞાતિ આગેવાનો,કલાકારો અને આગેવાનો રાજકીય પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ઘણા કલાકારો ભાજપના રંગમાં રંગાઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના એક સમયના સિનિયર આગેવાન બાબુભાઈ શાહની પુત્રી ભક્તિ કુબાવત પણ આજે કમલમ્ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
તમને જણાવી દઈએ કે, હાલમાં ઘણા ગુજરાતી કલાકારો અને આગેવાનો સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા છે. કચ્છ જિલ્લાના આગેવાન એવા જાગૃતિ શાહ પણ ભાજપમાં જોડાયા છે. તો બીજી બાજુ ગુજરાતી અભિનેત્રી મમતા સોની પણ કમલમ ખાતે ફોકબીને કેસરિયા રંગમાં રંગાયા હતા. આ સિવાય આકાશ ઝાલા,જ્હાનવી પટેલ, હેમાંગ દવે, પ્રશાંત બારોટ,હિતલ ઠક્કર,સન્ની કુમાર ખત્રી અને કામિની પટેલે પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ લોકોનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઘણા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ પ્રખ્યાત ગાયક કલાકાર વિજય સુંવાળા પણ આમ આદમી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.ગુજરાતમાં ચાલુ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યીજવાની છે. ત્યારે ચૂંટણી પહેલા જ સામાજીક આગેવાનો અને કલાકારો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. જેનક સીધો ફાયદો ભાજપને વર્ષ 202ની વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે.