CongressGujaratPolitics

કાળા જાદુમાં ખોવાયું ગુજરાત કોંગ્રેસ: કોંગ્રેસ ના જ આ નેતા સામે તાંત્રિક વિધિ કરાવવાની વાતો થઇ વહેતી

રાજકારણમા સક્રિય હોય તે દરેક વ્યક્તિ પદ અને હોદ્દા માટે ગમે તે હદ સુધી જતા હોય છે. અને તેના ઘણા ઉદાહરણો ભારતમાં આપણે સૌએ જોયા પણ છે. ઘણી વખત હોદ્દા પર કોઈ વ્યક્તિની નિમણુંક કરવામાં આવે તો બીજા લોકોને ગમતું પણ હોતું નથી. અને પછી તે લોકો પક્ષ સાથે બળવો કરે છે. કે પછી ગમે તે રીતે પોતાનો અસંતોષ પ્રગટ કરતા હોય છે. ગુજરાત કોંગ્રેસમાં પણ આવી જ કંઈક સ્થિતિ ઉભી થઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે શેહઝાદ ખાન પઠાણની વરણી કરતા કોંગ્રેસના ઘણા કોર્પોરેટરો નારાજ થયા છે. પરંતુ આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા તાંત્રિક પાસે પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. અને કોર્પોરેટર જમનાબેન વેગડા તેમજ તાંત્રિકની ઓડિયો કલીપ પણ વાયરલ થઇ છે. જેમાં તે શૈલેષ પરમાર અને શહેઝાદ ખાન પઠાણ સામે તાંત્રિક વિધિ કરાવવાનું કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસને જેટલું નુકશાન વિપક્ષી પાર્ટીઓ નથી કરતી તેટલું નુકશાન પાર્ટીના લોકો જ પાર્ટીને પહોંચાડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંતરીકે શેહઝાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવતા કોંગ્રેસના ઘણા કોર્પોરેટરો નારાજ થયા છે. પરંતુ આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા તાંત્રિક પાસે પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે.

વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અનુસાર, એક મહિલા પોતાને કોર્પોરેટર જમના વેગડા જણાવી રહી છે અને તે એક હમીદા ખત્રી નામની તાંત્રિક સાથે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને શહેઝાદ ખાન પઠાણ પર તાંત્રિક વિધિ કરવાની વાત કરે છે. ઓડિયો ક્લિપમાં જમનાબેનના નામે ઓળખાણ આપતા મહિલા જણાવે છે કે, મારે વિપક્ષની નેતાની ખુરશી પર બેસવાનું હતુ જ્યાં અત્યારે શહેઝાદ ખાન પઠાણ બેસે છે. પરંતુ શૈલેષ પરમારના કારણે તે વિપક્ષ નેતા બની ગયો છે. માટે મારે વિધિ કરાવવી છે.

તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તપાસના આદેશ આપ્યા છે. તેમજ જો આ ઓડિયો ક્લિપમાં જમનાબેનનો અવાજ હોવાનું પુરવાર થશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તેમને પક્ષમાંથી બરખાસ્ત પણ કરવામાં આવી શકે છે. જો કે, જમનાબેન વેગડાએ આ મામલે જણાવ્યું હતું કે, આ ઓડિયો ક્લિપ તેમની નથી. અને તેમને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.