ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને જોતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવેલી છે. એવામાં આજે કોંગ્રેસને લઈને વિવાદ સામે આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા જ પદને લઈને કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના મિડિયા પેનલીસ્ટ અમિત નાયક દ્વારા આ બાબતમાં વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદ રહેલ છે. તેમના દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં તેમને કોઈના પણ નામ આપ્યા વગર ૧૫ વર્ષથી કોંગ્રેસના પ્રવક્તા પર વાત કરી છે. તેના લીધે કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે.
Congress Media Panelist અમિત નાયક દ્વારા આ બાબતમાં ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં તેમને જણાવ્યું છે કે, કોઈ સ્થાન કે કોઈ પદ કાયમી રહેતું નથી પરંતુ ગુજરાતમાં કોંગ્રેસમાં ૧૫-૧૫ વર્ષથી પ્રવક્તા પદ ઉપર એકના એક વ્યક્તિ કાયમી સ્થાન માટે રહેલા જોવા મળી રહ્યા છે. જ્યારે આ નવી પેઢી માટે રાજકીય શોષણ સમાન કહેવાય. જેના લીધે વિવાદ વકર્યો છે.
નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. કોંગ્રેસમાં એક બાદ એક પ્રવક્તાઓ દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. એવામાં હવે કોંગ્રેસના નેતા અમિત નાયક નામ આવ્યું છે તે હવે નારાજ થયા છે. અમિત નાયકે નામ લીધા વગર જ મનીષ દોશી પર કટાક્ષ કર્યો છે. તેના લીધે ફરીથી કોંગ્રેસમાં વિવાદના ભણકારાઓ સામે આવ્યા છે.