Gujarat

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટવાની સાથે રિકવરી રેટમાં થયો મોટો સુધારો

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ ઘટતા લોકોમાં પણ તેને લઈને ભય સમાપ્ત થઈ રહ્યો છે. કેમ કે ગુજરાતની બજારોમાં ફરીથી સામાન્ય જીવન જેવું જોવા મળી રહ્યું છે. તેની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બે હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. તે એક સારી વાત છે. કેમ કે આ કેસ 20 હજારથી ઓછા થઈ ગયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1274 કેસ સામે આવ્યા છે. તેની સાથે સામે એક સારી વાત એ પણ રહી છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 3022 દર્દીઓ સાજા પણ થયા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,90,271 પહોંચી ગયો છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ સુધરીને 97.94 પહોંચી ગયો છે.

તેની રાજયમાં મોટા શહેરોમાં પણ કોરોનાના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 257, સુરત કોર્પોરેશનમાં 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટ કોર્પોરેશનમાં 21, જામનગર કોર્પોરેશનમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 4, જુનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ સામે આવ્યા છે. આ સિવાય રાજ્યમાં આજે 78107 લોકોને રસી આપવામાં આવી હતી.

કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 13 દર્દીના મોત નીપજ્યા છે. જેમાં વડોદરા શહેરમાં 4, અમદાવાદ શહેરમાં 3, સુરતમાં 2 તથા રાજકોટ, ગાંધીનગર શહેર, ભાવનગર અને જામનગર જિલ્લામાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે. તેની સાથે આજે કોરોનાના મોતનો આંકડો પણ ઘટ્યો છે. આ અગાઉ મોતનો આંકડો 20 થી વધુ આવી રહ્યો હતો.