ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં મુત્યુના આંકડામાં સતત વધી રહ્યા છે. કેમકે ગુજરાતમાં દરરોજ 30 થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8934 કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારી વાત એ પણ છે 15,177 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત નીપજ્યા છે. તેની સાથે મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 34 મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશન-ભરૂચમાં 3, સુરત કોર્પોરેશન-સુરત જિલ્લામાં-વડોદરામાં 2, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 69,187 એક્ટીવ કેસ રહેલા છે. જેમાં 246 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટમાં સુધારા સાથે 93.23 ટકા પહોંચ્યો છે. તેની સાથે અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો આંકડો 10,98,199 પહોંચ્યો છે. જ્યારે મોતનો આંકડો 10,545 પહોંચ્યો છે.
રાજયના બીજા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન 3309, વડોદરા કોર્પોરેશનમાં 1512, વડોદરા જિલ્લામાં 409, રાજકોટ કોર્પોરેશનમાં 320, ગાંધીનગર કોર્પોરેશનમાં 279, સુરત કોર્પોરેશનમાં 265, સુરતમાં 248, મહેસાણામાં 227, કચ્છમાં 224, ભરૂચમાં 222, પાટણમાં 189, રાજકોટમાં 158, ગાંધીનગરમાં 152, બનાસકાંઠામાં 146, આણંદમાં 142 અને ખેડામાં 129 નવા કેસ નોંધાયા છે.