Gujarathealth

ગુજરાતમાં કોરોનાના કેસમાં થોડી રાહત, ગઈ કાલના કેસ કરતા આજે આટલા ઓછા કેસ નોંધાયા

ગુજરાતમાં સતત વધી રહેલા કેસો પર આજે થોડી બ્રેક લાગી છે. ગુજરાતમાં ગઈ કાલ આવેલ કોરોનાના કેસ કરતા આજે ઓછા કેસ આવ્યા છે. તેમ છતાં આજે પણ ૨૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે હજુ પણ રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21,225 નવા કેસ સામે આવ્યા છે. તેની સામે કોરોનાની સારવાર દરમિયાન 9254 દર્દીઓ સાજા પણ થયા છે. આ સિવાય 16 દર્દીઓના મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં આઠ, સુરત કોર્પોરેશનમાં અને જિલ્લામાં બે-બે, વડોદરા કોર્પોરેશન અને જિલ્લામાં એક-એક જયારે ખેડા અને ભાવનગરમાં પણ એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.

આ સિવાય રાજ્યમાં હાલ કોરોનાના 1,16,843 એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી 172 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે અત્યાર સુધી કોરોના સાજા થવાનો આંકડો 8,95,730 પહોંચ્યો છે. આજે ૧૬ લોકોના મોત સાથે મૃત્યુઆંકનો આંકડો 10,215 પર પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ 87.58 ટકા આવી ગયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં 8627 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3081 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 2432 કેસ સામે આવ્યા છે અને 1132 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.

સુરત કોર્પોરેશનમાં 2124 કેસ સામે આવ્યા છે જયારે સુરત કોર્પોરેશનમાં 2336 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 1502 કેસ સામે આવ્યા છે. આ રીતે રાજ્યમાં ચાર આંકડા આ શહેરોમાં કેસ સામે આવ્યા છે.તેની સાથે ગાંધીનગર કોર્પોરેશન માં 612, સુરત જિલ્લામાં 452, ભરૂચમાં 412, વડોદરા જિલ્લામાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 404, વલસાડમાં 380, આણંદમાં 343, જામનગર કોર્પોરેશન માં 330, મહેસાણામાં 314, નવસારીમાં 285, રાજકોટમાં 252, મોરબીમાં 251, પાટણમાં 216, કચ્છમાં 205, ગાંધીનગરમાં 203, બનાસકાંઠામાં 179, અમદાવાદ જિલ્લામાં 177, અમરેલીમાં 135, સાબરકાંઠામાં 112, જામનગરમાં 110, ખેડામાં 108 અને સુરેન્દ્રનગરમાં 103 કેસ સામે આવ્યા છે.