GujarathealthNews

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ, મૃત્યુઆંક પણ વધ્યો

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈ કાલના થોડી રાહત બાદ આજે ફરી કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે ફરી ૨૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23,150 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં તેની સાથે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 10,103 દર્દીઓ સાજા પણ થયા છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત નીપજ્યા છે. તેની સાથે રાજ્યમાં હાલ 1,29,875 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 244 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો 9,05,833 પહોંચ્યો છે અને મૃત્યુઆંક નો આંકડો 10,230 પહોંચ્યો છે. આ સિવાય ગુજરાતમાં વેક્સીનની કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,88,588 લોકો દ્વારા આજે વેક્સીન લેવામાં આવી છે. જેના લીધે વેક્સિન લેનારા નો આંકડો 9,62,28,391 પહોંચ્યો છે.

જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 8194, વડોદરા કોર્પોરેશનમાં 2823 કેસ, સુરત કોર્પોરેશનમાં 1876 રાજકોટ કોર્પોરેશનમાં પણ 1707 કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદ કોર્પોરેશનમાં પાંચ, ભાવનગર કોર્પોરેશન અને સુરત જિલ્લામાં ત્રણ-ત્રણ અને સુરત કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન-નવસારી અને અમદાવાદ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.

આ સિવાય ગુજરાતના બીજા શહેરોમાં જેમ કે વડોદરા જિલ્લામાં 886, સુરત જિલ્લામાં 612, આણંદમાં 565, જામગનર કોર્પોરેશનમાં 563, ગાંધીનગર કોર્પોરેશનમાં 547, કચ્છમાં 462, ભરૂચમાં 448, ભાવનગર કોર્પોરેશનમાં 401, મોરબીમાં 373, વલસાડમાં 359, ગાંધીનગરમાં 327, રાજકોટ જિલ્લામાં 322, બનાસકાંઠામાં 252, નવસારીમાં 240, મહેસાણામાં 238, પાટણમાં 236, અમરેલીમાં 213, સાબરકાંઠામાં 186, ખેડામાં 169, જામનગરમાં 167, સુરેન્દ્રનગરમાં 144, અમદાવાદ જિલ્લામાં 138 અને જુનાગઢ કોર્પોરેશનમાં 104 કેસ સામે આવ્યા છે.