ગુજરાતમાં અંતે કોરોનાને લઈને આવ્યા સારા સમાચાર, કેસમાં થયો મોટો ઘટાડો, જો કે મૃત્યુઆંકમાં વધારો
ગુજરાત માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો થતા 14000 ની અંદર આવી ગયા છે તે રાહત પહોંચાડનાર બાબત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,805 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આજે 13,805 કેસ આવાની સાથે એક બીજા પણ રાહત પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,469 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે આજે ૨૫ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં છ, વડોદરા-સુરત અને જામનગર કોર્પોરેશનમાં ત્રણ-ત્રણ, રાજકોટ કોર્પોરેશન, વડોદરા જિલ્લા, ભાવનગર કોર્પોરેશન, કચ્છ, સુરત જિલ્લા, મહેસાણા, વલસાડ, પંચમહાલ અને ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 10,274 પહોંચી ગયો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ 1,35,148 એક્ટિવ કેસ રહેલા છે જેમાં 284 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે અત્યાર સુધી કુલ 9,30,938 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે રાજ્યમાં વેક્સીનેશન કામગીરી પણ જોરશોરથી ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1,70,290 લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી છે. તેના લીધે અત્યાર સુધી લેવામાં આવેલ સંખ્યા નો આંકડો 9,65,15,617 પહોંચી ગયો છે. આ સિવાય રાજ્યમાં પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યો છે. પ્રિકોશન ડોઝની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9,41,139 લોકો દ્વારા પ્રિકોશન ડોઝ લેવામાં આવ્યો છે.
રાજ્યમાં પ્રમુખ શહેરોમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત કોર્પોરેશનમાં 1136, રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા જિલ્લામાં 721 કેસ સામે આવ્યા છે. જેના લીધે એક રાહતની વાત છે.
આ સિવાય ગાંધીનગર કોર્પોરેશનમાં 325, ભાવનગર કોર્પોરેશનમાં 295, કચ્છમાં 282, મોરબીમાં 267, રાજકોટમાં 260, પાટણમાં 242, સુરતમાં 238, મહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160, બનાસકાંઠામાં 156, આણંદમાં 150, ગાંધીનગરમાં 148, વલસાડમાં 141, જામનગર કોર્પોરેશનમાં 140, સુરેન્દ્રનગરમાં 113 અને અમરેલીમાં 109 કેસ સામે આવ્યા