બે દિવસ ઘટાડા બાદ કોરોનાના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, રાજ્યમાં નોંધાયા આટલા કેસ..
ગુજરાતમાં બે દિવસ કોરોનાના કેસમાં ઘટાડા બાદ આજે ફરી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 16,608 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં રાહત પણ સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,467 સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે આજે 28 લોકોના મોત નીપજ્યા છે. તેમાં પણ અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં ત્રણ, વડોદરા કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જામનગર જિલ્લામાં બે-બે અને મહેસાણા, નવસારી, પંચમહાલ, ખેડા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.
તેની સાથે ગુજરાતમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો હાલ એક્ટીવ કેસ 1,34,261 રહેલા છે જેમાં 255 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સાજા થવાનો આંકડો 9,48,405 પહોંચ્યો છે. આ સિવાય આજે 28 લોકોના મોત થતા મૃત્યુઆંકનો આંકડો 10,302 પહોંચ્યો છે.
આ સિવાય રાજ્યમાં વેક્સીનેશનનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,43,811 લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી છે. તેના લીધે વેક્સિન લેવાનો આંકડો 9,67,59,428 પહોંચ્યો છે. તેની સાથે પ્રીકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે પ્રીકોશન ડોઝનો આંકડો 10,06,649 પહોંચ્યો છે.
રાજ્યના શહેરોમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5303, વડોદરા કોર્પોરેશનમાં 3041, રાજકોટ કોર્પોરેશનમાં 1376, સુરત કોર્પોરેશનમાં 1004 કેસ સામે આવ્યા છે. આ સમગ્ર કેસ ચાર આંકડામાં રહેલા છે. વડોદરા જિલ્લામાં 761, સુરત જિલ્લામાં 472, જામનગર કોર્પોરેશનમાં 357, ગાંધીનગર કોર્પોરેશનમાં 309, ભાવનગર કોર્પોરેશનમાં 293, મહેસાણામાં 277, ભરૂચ 273, રાજકોટમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244, વલસાડમાં 238, પાટણમાં 196, બનાસકાંઠામાં 172, ગાંધીનગરમાં 171, સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, ખેડામાં 136 અને સુરેન્દ્રનગરમાં 124 કેસ સામે આવ્યા છે.