Gujarat

રાજ્યમાં કોરોના ત્રીજી લહેર પડી શાંત, 24 કલાકમાં જે નોંધાયા આટલા કેસ

ગુજરાતમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો હતો. પરંતુ આજે રાહત પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. તેના લીધે એક વાત સ્પષ્ટ છે કે કોરોનાનો કહેર ધીરે-ધીરે રાજ્યમાં ઓછો થઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12911 નવા કેસ સામે છે. તેની સાથે રાહત આપનાર સમાચાર પણ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 23197 દર્દી સાજા થયા છે. જ્યારે 22 લોકોના મોત સાથે કોરોનાથી મુત્યુ થવાનો આંકડો 10345 પહોંચ્યો છે. આ સિવાય કોરોનાથી સાજા થવાનો આંકડો 9,92,431 પહોંચ્યો છે.

ગુજરાતના શહેરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4405, વડોદરા કોર્પોરેશન 1871, રાજકોટ 1008, સુરત કોર્પોરેશન 708, વડોદરા 524, સુરત 386, ગાંધીનગર કોર્પોરેશન 364, મહેસાણા 302, પાટણ 270, રાજકોટ 259, બનાસકાંઠા-કચ્છ 243, ભાવનગર કોર્પોરેશન 233, આણંદ 196, ભરૂચ 180, જામનગર કોર્પોરેશન 172, વલસાડ 171, મોરબી 166, ગાંધીનગર 158, ખેડા 144, નવસારી 142, સાબરકાંઠા 105, અમદાવાદ 96, સુરેન્દ્રનગર 70, અમરેલી 69, પંચમહાલ 50, જામનગર 43, દાહોદ 37, ગીરસોમનાથ 36, દેવભૂમિ દ્રારકા 33, પોરબંદર 32, ભાવનગર 30, મહીસાગર 29, તાપી 28, અરવલ્લી 19, જુનાગઢ કોર્પોરેશન-છોટા ઉદેપુર 15, નર્મદા 12, બોટાદ 6 અને ડાંગ 5 માં કેસ સામે આવ્યા છે.

આ સિવાય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૨૨ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન-જામનગર કોર્પોરેશન અને ભાવનગર કોર્પોરેશનમાં 1-1 દર્દીનું મોત થયું છે. જ્યારે મહેસાણામાં 2, નવસારીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.