GujaratNews

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 ની અંદર કેસ સામે આવ્યા છે. પરંતુ એક વાત સાચી છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા ઓછો થયો છે. કેમકે ગુજરાતમાં સતત 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા તે હવે 13 હજારની અંદર આવી ગયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,131 કેસ સામે આવ્યા છે. તેની સાથે રાહત પહોંચાડનાર પણ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22070 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેના લીધે રિકવરી રેટમાં વધારો થતા 89.59 ટકા પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો 10,14,501 પહોંચી ગયો છે.

તેની સાથે રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 107915 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 107618 નાગરિકો સ્ટેબલ રહેલા છે જ્યારે 297 દર્દીઓ વેન્ટિલેટર રહેલા છે. આ સિવાય અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયાનો આંકડો 10375 પહોંચ્યો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 30 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત 2, રાજકોટ 1, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 2, ભરૂચ 2, ગાંધીનગર 1, પંચમહાલ 1, ભાવનગર 1 અને મહિસાગરમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 4046, વડોદરા કોર્પોરેશનમાં 1999, રાજકોટ કોર્પોરેશનમાં 958, સુરત કોર્પોરેશનમાં 628, ગાંધીનગર કોર્પોરેશનમાં 271, ભાવનગર કોર્પોરેશનમાં 185, જામનગર કોર્પોરેશનમાં 176 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે પાટણમાં 286, કચ્છમાં 206, વલસાડમાં 166, બનાસકાંઠા અને મહેસાણામાં 157, નવસારીમાં 151, ભરૂચમાં 148, આણંદ અને મોરબીમાં 138, ખેડામાં 129, સાબરકાંઠામાં 106 નવા કેસો સામે આવ્યા છે.