ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં આજે એવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 10 હજારની અંદર આવ્યા ગયા છે. જેનાથી એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં હવે કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9395 કેસ સામે આવ્યા છે. જ્યારે તેની સાથે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16,066 કેસ સામે આવ્યા છે.
તેની સાથે કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 30 દર્દીના અવસાન થયા છે. તે ચિંતા બાબત હોઈ શકે છે. કેમકે મોતના આંકડા ભય ઉભો કરનાર છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ 1, સુરત 3, મહેસાણા 1, ગાંધીનગર 1, અમદાવાદ 1, ભરૂચમાં 3, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1 અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે.
તેની સાથે કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો 10,52,222 પહોંચ્યો છે જ્યારે મૃત્યુનું આંકડો 10,438 પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસનો આંકડો 91320 પહોંચ્યો છે જેમાં 278 દર્દી વેન્ટિલેટર પર રહેલા જ્યારે 91042 દર્દીઓ સ્ટેબલ રહેલા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, સુરત કોર્પોરેશનમાં 398, ગાંધીનગર કોર્પોરેશનમાં 304, ભાવનગર કોર્પોરેશનમાં 125, જામનગર કોર્પોરેશનમાં 35, જુનાગઢ કોર્પોરેશનમાં 11 નવા કેસો સામે આવ્યા છે. આ સિવાય પાટણમાં 276, મહેસાણામાં 200, કચ્છમાં 153, ખેડામાં 125, આણંદમાં 122, બનાસકાંઠામાં 99, નવસારીમાં 88, વલસાડમાં 86, સાબરકાંઠામાં 67, તાપીમાં 64 નવા કેસ સામે આવ્યા છે.