ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની ત્રીજી લહેર હવે પતવાના આરે આવી ગઈ છે. રાજ્યમાં આ અગાઉ 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા તે હવે ચારની અંદર આવી ગયા છે. તે રાહતની વાત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3897 નવા કેસ સામે આવ્યા છે.
તેની સાથે એ પણ સારી વાત છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 10273 લોકો સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 44,618 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 225 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો આંકડો 11,44,956 પહોંચ્યો છે. જ્યારે મુત્યુઆંકનો આંકડો 10,667 પહોંચ્યો છે.
રાજ્યમાં વેક્સીનેશન કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60,587 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. જ્યારે વેક્સિન આંકડો 9,96,09,935 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1263 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 777, વડોદરામાં 203, મહેસાણામાં 186, સુરત કોર્પોરેશનમાં 147, બનાસકાંઠામાં 139, સુરતમાં 137, કચ્છમાં 131, ગાંધીનગર કોર્પોરેશનમાં 113 જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 99 કેસ સામે આવ્યા છે.