GujaratNews

ગુજરાતમાં કોરોના ના કેસ ઘટ્યા: શું હવે કડક પ્રતિબંધોમાં છૂટ મળશે? જાણો

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે એક રાહતની વાત છે. કેમ કે થોડા દિવસો પહેલા કોરોનાના 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા હવે તે 10 હજારની અંદર આવી ગયા છે. તે એક સારી વાત છે. જ્યારે હવે કોરોનાના કેસ વધતા રાત્રી કર્ફ્યું સરકાર દ્વારા લગાવવામાં આવ્યું હતું. એવામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત 4 ફ્રેબુઆરી સુધી કરવામાં આવી હતી. એવામાં આ સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. તેને લઈને કોઈ મોટી માહિતી સામે આવી શકે છે.

રાજ્યમાં હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું અમલ મુકાયેલ છે. તેના સિવાય કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવનાર ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફ્યુ નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેની સાથે રાજ્યમાં કોરોનાનો કહેર વધતા લગ્ન સમારોહમાં 150 લોકોની પરવાનગી આપવામાં આવી છે. એવામાં પાસો લગ્ન ગાળો પણ આવી રહ્યો છે. તેમાં પણ રાજ્યમાં વસંત પંચમી આવી રહી છે તે દિવસે મોટી સંખ્યામાં લગ્ન સમારોહ રાખવામાં આવે છે. તેને જોતા સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી શકે છે. કેમ કે અત્યારે કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8934 કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારી વાત એ પણ છે 15,177 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશન-ભરૂચમાં 3, સુરત કોર્પોરેશન-સુરત જિલ્લામાં-વડોદરામાં 2, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.