ગુજરાતમાં કોરોનાની સુનામી અને આજથી રાજયના 10 હજાર તબીબો હડતાલ પર ઉતરશે
ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગુજરાતમાં કોરોનાના કેસ ૧૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેની સાથે કોરોનાના કહેર વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આવતીકાલથી રાજ્યના ૧૦ હજાર તબીબો દ્વારા હડતાલની ચિમકી આપવામાં આવી છે. જે સરકારની ચિંતા વધારનાર છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સરકારી તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની વચ્ચે કરવામાં આવેલ બેઠક બાદ પડતર માંગોનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. જેના કારણે GMERS, GMTA સહિતના 4 એસોસિએશન દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે.જ્યારે આ આગાઉ ડોક્ટરો દ્વારા પડતર માંગણીઓને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ હાજર હતા.
આ બેઠકમાં તબીબોની પડતર માંગણીઓને લઈને ચર્ચા કરાઈ હતી. ત્યાર બાદ તબીબો દ્વારા 26 ડિસેમ્બર સુધી હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ સરકારને ઘણો સમય આપ્યો હોવા છતાં હજુ સુધી આ મામલામાં કોઈ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવ્યું નથી. જેના લીધે 10 હજાર જેટલા સરકારી તબીબો દ્વારા હડતાલની ચિમકી આપવામાં આવી હતી. જે સરકારની ચિંતામાં વધારો કરી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં તબીબો દ્વારા છેલ્લા થોડા સમયથી પોતાની પડતર માંગોને લઈને લડી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા દરેક વખતે તેમને મનાઈ લેવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં કોરોના કેસ અત્યારે હાઈ વોલ્ટેજ પર રહેલા છે અને તબીબો હડતાલ પર ઉતરી રહ્યા છે જેના કારણે સરકારની ચિંતા વધી શકે છે.