CrimeGujaratSouth GujaratSurat

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરથી આવ્યા દુઃખદ સમાચાર, તેમના કાકાની કરવામાં આવી હત્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારથી દુઃખદ ઘટના સામે આવી છે. તેમાં જાણકારી સામે આવી છે કે, તેમના કૌટુંબિક કાકાનું સુરતમાં પાડોશી સાથે ઝઘડામાં હત્યા થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ઘટનાની જાણ થતા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતા-પિતા સાથે ગાંધીનગરથી સુરત પહોંચ્યા છે.

તેની સાથે આ ઘટનામાં સામે આવ્યું છે કે, સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકા રહેતા હતા. તેમાં લિફ્ટની અવર-જવરને લઈને બે પાડોશી વચ્ચે ઝઘડો થયો તેમાં જેમનું મોત થયું તે વૃદ્ધ તેમના કાકા હતા. તેમના કાકાની વાત કરીએ તો તેમનું મહેશભાઈ સંઘવી છે અને તેમની ઉમર ૬૩ વર્ષ હતી. તે સુરતમાં ડાયમંડના વ્યવસાયથી જોડાયેલા હતા.
એવામાં શનિવારના રોજ તે પોતાની દીકરી સાથે ખરીદી કરવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન તેમનો કમલેશ મહેતા નામનો પાડોશી લિફ્ટમા ઉપર આવી રહ્યો હતો તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જ્યારે આ ઝઘડામાં કમલેશ મહેતાના નામના ઇસમની ગુસ્સો આવી જતા તેને મહેશભાઈના નાકના ભાગમાં જોરથી મુક્કો મારી દીધો હતો જેના લીધે તે લોહીલુહાણ થઈ ગયા હતા. તેમની તબિયત વધુ બગળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાં થોડા સમય ડોક્ટર દ્વારા સારવાર આપ્યા બાદ તેમનું મોત થઈ ગયું છે. ત્યાર બાદ આ કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ બાબતમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.