ગુજરાતના આ ગામમાં ભાજપ નેતાના સાગના લગ્નમાં પાંચ હજારથી વધુ લોકો નાચ્યા, વિડીયો વાયરલ થતા બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસ ૧૫ હજારની આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ લગ્ન પ્રસંગો પર ભીડ એકઠી કરવા મનાઈ ફટકારવામાં આવી છે. પરંતુ અનેક વખત તેમાં ભીડ જોવા મળી જાય છે. જ્યારે આજે એવી જ બાબત સામે આવી છે.
તાપી જીલ્લામાં આવેલ ડોલવણ પોલીસ સ્ટેશનના પાટી ગામમાં સોમવારના રોજ લગ્નપ્રસંગ પહેલા જ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 હજારથી વધુ લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે ડાંસ કરી રહેલા લોકો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનાની જાણકારી સામે આવી હતી.
જ્યારે આ મામલા સખ્ત કાર્યવાહી કરવામાં આવતા ડોલવણ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર વી.આર. વસાવા અને હેડ બીટ કોન્સ્ટેબલ કિશોર સુર્વેશસિંહને વિડીયો સામે આવ્યો હોવા છતાં બેદરકાર રહેતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલામાં સુરત રેન્જના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મેં વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીઓને બેદરકારીને જોતા સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલ સામે પગલા ભરવા માટે આદેશ આપ્યો હતો. તેમના દ્વારા ભીડ અટકાવવાની જરૂરીયાત હતી.
તાપીના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સુજાતા મજમુદાર અનુસાર, પોલીસ દ્વારા વરરાજાના પિતા કનુ ગામિત, જીતુ ગામિત અને નિલેશ ગામિત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેઓ નાવડી ફળીયામાં રહે છે. પોલીસ દ્વારા બાબતમાં વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને જેને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેને પર ધરપકડ કરી લેવામાં આવી છે.