Gujarat

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થતા હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે લાગુ કરવામાં આવ્યા આ નિયમો

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ હજારની પાર પહોંચી ગયા છે. જેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણોસર રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરની આશંકાઓને જોતા ફરીથી પ્રતિબંધો લગાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોનથી મુક્ત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

કોરોના અને ઓમિક્રોનનો કહેર જોતા ગુજરાત પોલીસ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસ્વીર શેર કરીને જણાવ્યું છે કે, ઓમિક્રોનના કહેરને જોતા હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકો દ્વારા કોવિડની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત કોરોનાનાં કેસો વધવાને કારણે અગાઉ સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો 7 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યા હતા.

આઠ મહાનગરોમાં રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે પણ રસીના બે ડોઝ ફરજિયાત બનાવી દેવામાં આવ્યા છે.આ સિવાય ટ્વીટ કરવામાં આવેલ પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ અપાશે. તેના સિવાય કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવાનું પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે માસ્ક તથા હાથ-મોજા પહેરી રાખવા માટેના પણ આદેશ આપવામાં આવ્યાતા છે. જ્યારે સલૂન અને પાર્લરના માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ ગોઠવવાનું કહ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આ સિવાય સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યું સહિતના પ્રતિબંધો 7 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યા છે. જેના લીધે આઠ મહાનગરોમાં રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું રહેશે. આ સિવાય સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે પણ રસીના બે ડોઝ ફરજિયાત બનાવી દેવાયા છે.