ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ, આ તારીખ સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો
ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના લીધે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.ગુજરાતમાં અનેક શહેરમાં 10 ડીગ્રીથી ઓછુ તાપમાન રાખ્યું છે. જેમાં નલિયા 4.8 ડિગ્રી, ગાંધીનગરમાં 5.5 લઘુતમ તાપમાન રહ્યો હતું. જ્યારે હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં બે દિવસ સુધી ઠંડીનું જોર રહેશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ વગેરેમાં ઠંડીનું જોર વધશે. તેની સાથે જણાવવામાં આવ્યું છે કે, બે દિવસ બાદ લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટવાની શક્યતા છે જેના લીધે ઠંડીનું જોર ઘટશે. જ્યારે ગઈ કાલ નલિયામાં 4.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગમી 30 જાન્યુઆરી સુધીમાં નલિયામાં 10 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે.
અમદાવાદમાં પણ ગઈ કાલના પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં 8.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ 31 તારીખ સુધીના લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેની હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડીસા, પાટણ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, કંડલા 10 ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન રહ્યું હતું. આ સિવાય રાજકોટમાં 8.6 ડિગ્રી સૌથી નીચું તાપમાન રહ્યું હતું. તેમ છતાં રાજ્યમાં સતત ઠંડીનો વધારો જોવા મળી રહ્યો છે.