Gujarat

અમેરિકા-કેનેડા બોર્ડર પર પરિવારના મોત બાદ ડીંગુચા ગામમાં આ રીતે વ્યક્ત કરાશે શોક, મૃતદેહો ગુજરાત નહી લાવવામાં આવે

થોડા દિવસ પહેલા ગુજરાતના એક પરિવારના 4 લોકોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળ્યા આવ્યા હતા. આ મૃતદેહ મળ્યા તે સમયે તેમની ઓળખને લઈને શંકા રહેલી હતી. તેમ છતાં ગઈ કાલન ભારતીય હાઈ કમિશન દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળેલ મૃતદેહ કલોલના ડિંગુચાના જગદીશ પટેલ તેમની પત્ની તેમજ 2 બાળકોના જ રહેલા છે.

એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ મૃતદેહને ભારતમાં લાવવાની જગ્યાએ તેના કેનેડામાં જ અંતિમવિધિ કરવામાં આવશે. તેમના જગદીશભાઈ અને તેમના પરિવારના મૃતદેહની અંતિમવિધિ કેનેડામાં જ કરશે.તેની સાથે આ પરિવારના અવસાન બાદ સમગ્ર ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે. એવામાં આજે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ પરિવારના મોતના કારણે કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે.

ડીંગુચા ગામમાં આજે બંધ પાળીને શોક વ્યક્ત કરવામાં આવશે. જ્યારે આ પરિવારની વાત કરીએ તો 12 જાન્યુઆરીના પટેલ પરિવાર કેનેડા પહોંચી ગયો હતો. એવામાં 18 મી તારીખે તેઓ એમરસન પહોંચી ગયા હતા. પરંતુ અમેરિકાની બોર્ડર પહોંચે તે પહેલા સંપૂર્ણ પરિવારનું મોત થઈ ગયું હતું. જ્યારે પરિવારની વાત કરીએ તો તેમાં જગદીશ પટેલ છેલ્લા સાત વર્ષથી પત્ની વૈશાલીબેન 12 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરા સાથે કલોલના પંચવટી વિસ્તારની સોસાયટી ગ્રીન સીટી વિભાગ-1 માં વસવાટ કરતા હતા. પરંતુ હવે આ પરિવાર રહ્યો નથી.

તમને જણાવી દઈએ કે, કલોલના ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલી, અને તેમના બે બાળકોમાં પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક ગેરકાયદેસર રીતે અમેરિકા જઇ રહ્યા હતા. કેનેડાથી અમેરિકા જતી વખતે આ પરિવાર રસ્તામાં તેમના ગ્રૂપથી છૂટા પડી ગયા હતા. અને રસ્તો ભૂલી જતા તેમના પરિવારનું માઇનસ 35 ડીગ્રી તાપમાનમાં થીજી જવાને કારણે મોત થયું હતું.