ગુજરાતના કમોસમી વરસાદની આગાહી, આ તારીખથી પડશે વરસાદ….
રાજ્યમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેમકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં 4 જાન્યુઆરીથી કમોસમી વરસાદની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કાલે એટલે 4 તારીખથી 8 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે હવે આ કમોસમી વરસાદના સમાચારને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.
થોડા દિવસોથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનને કારણે ઠડીનું જોર વધ્યું હતું. તેમ છતાં શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતા ઠંડીમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે. જ્યારે હવે આગામી બેથી 3 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં 4 થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે જીરુ, વરિયાળી, શાકભાજી અને બાગાયતી પાકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ 3 અને 7 જાન્યુઆરીના રોજ અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
જયારે હવે સતત બીજા વર્ષે પણ આ જ સમયગાળામાં કમોસમી વરસાદ થવાની શક્યતા હોવાથી ખેડૂતોની સાથે ખેતીપાકમાં મોટું નુકશાન થઈ શકે છે.છેલ્લા થોડા દિવસો અગાઉ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનની શરૂ થવાની સાથે શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમ છતાં હવે ધીમે-ધીમે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. પરંતુ 8 જાન્યુઆરીથી ફરીથી ઠંડી વધવાની શક્યતા રહેલી છે.