ગુજરાતના નાગરિકોને પૂરતું પાણી મળી રહે એ માટે મુખ્યમંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય
સીએમ ભુપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડ રૂપિયાના કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ગુજરાતની ૩ નગરપાલિકાઓ તેમજ ૧ મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના રૂપિયા ૪૨.૭૩ કરોડના કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. નલ સે જલ” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 57 નગરપાલિકાઓ માટે 766 કરોડ રૂપિયા પાણી પુરવઠાના કર્યો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કાર્યોની મળેલ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે આ તમામ નગરપાલિકાઓમાં ભૂગર્ભ સંપ, ફિલ્ટર પ્લાન્ટ, ગ્રેવીટી મેઇન,પંપિંગ મશીનરી, રાઈઝિંગ મેઇન, પંપ રુમ તેમજ નળ કનેક્શન વગેરે જેવા પાણી પુરવઠાના વિવિધ કર્યો સંબંધિત નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.
સીએમ ભુપેન્દ્ર પટેલે દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જે 3 નગરપાલિકાઓ તેમજ 1 મહાનગરપાલિકા માટે સ 42.73 કરોડ રૂપિયા પાણી પુરવઠા યોજનાના કાર્યો માટે ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં 14.16 કરોડ રૂપિયા ઝાલોદને, 3.40 કરોડ રૂપિયા ચલાલા માટે, 4.32 કરોડ રૂપિયા માણસા માટે તેમજ 20.85 કરોડ રૂપિયા જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન 3 નો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, રાજ્યના નગરો અને મહાનગરોમાં વસવાટ કરતા તમામ નાગરિકોને નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પ્રાપ્ત થાય તે માટે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અત્યારસુધીમાં નલ સે જલ અન્વયે રાજ્યની આ ૩ જેટલી નગરપાલિકાઓ તેમજ ૫૭ જેટલી નગરપાલિકાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત પાણી પુરવઠાના વિવિધ કર્યો માટે 766 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.