BollywoodIndia

‘હું આત્મહત્યા કરવા જઈ રહી છું, બસ ચહેરો જોઈ લેજો’, પિતાને ફોન કરીને મોડલે છઠ્ઠા માળેથી લગાવી છલાંગ

હાલમાં દેશમાં કોરોના જેવી જીવલેણ મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા આત્મહત્યાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જે લોકો ના રોજગાર ધંધા છીનવાઈ જતા, તો બીજી તરફ ધંધામાં દેવું વધી જતા પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ આ કોરોના મહામારીને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે એક મૉડેલે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જોધપુર શહેરની એક મૉડેલે રવિવારે રાતાનાડાની એક હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી લીધી છે. મોડલની ઓળખ ગુનગુન ઉપાધ્યાય તરીકે કરવામાં આવી છે જે જોધપુર શહેરના માતા કા થાનના રહેવાસી ગણેશ ઉપાધ્યાયની પુત્રી છે. ગુનગુન ઉપાધ્યાય રાતાનાડાની હોટેલ લોર્ડસ ઇનમાં રોકાઈ હતી. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત ખતરાની બહાર હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.

પોલીસની માહિતી મુજબ ગુનગુન મોડલિંગ કરે છે. તે શનિવારે ઉદયપુરથી જોધપુર આવી હતી. જોધપુર આવ્યા બાદ તેને તેના પિતાને ફોન કરીને કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. બસ મારો ચહેરો જોઈ લેજો. ત્યારબાદ પિતા ગણેશે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. ત્યારે એસીપી દેરાવર સિંહે ફોન નંબરના આધારે મોડલ ગુનગુનનું લોકેશન શોધી કાઢ્યું. પછી પોલીસ રાતાનાડા વિસ્તારની હોટલ પર પહોંચી. તે પહેલા જ ગુનગુને હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી અને તે નીચે પડતા જ બેહોશ થઈ ગઈ હતી, જોકે તેને તાત્કાલિક મથુરાદાસ માથુર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.

હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે, મોડલ ગુનગુનની છાતીની સાથે તેના પગમાં પણ ફ્રેક્ચર છે. અત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર છે, પરંતુ આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો, તેની માહિતી સામે આવી નથી. જો કે ગુનગુન ઊંચાઈ પરથી નીચે પડતાં ઘણું લોહી નીકળી ગયું છે. સતત ડૉકટરોની ટીમ લોહી ચઢાવી રહી છે. મોડલ ગુનગુનના પિતા જોધપુરના મંડીમાં બિઝનેસમેન છે. પોલીસે કહ્યું કે હાલમાં ગુનગુન કંઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં નથી. તે ભાનમાં આવ્યા બાદ જ તેના આત્મહત્યા કરવાના કારણનો ખુલાસો થશે.