AstrologyGujarat

ઘરમાં હળદરનો છોડ લગાવો, ઘરમાં સમૃદ્ધિ આવશે અને ગુરુ ગ્રહ પણ મજબુત થશે

ઘરમાં વૃક્ષો વાવવાનું કોને ન ગમે? જેના કારણે ઘરમાં હરિયાળી આવવાથી ત્યાં રહેનાર વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. વાસ્તુ અનુસાર કેટલાક એવા છોડ છે, જેને ઘરમાં લગાવવાથી ગ્રહો સુખ-સમૃદ્ધિના આગમન સાથે મજબૂત બને છે અને સાથે જ આર્થિક તંગી દૂર કરવામાં પણ મદદ મળે છે. આવો જ એક છોડ છે હળદર.

વાસ્તુશાસ્ત્રમાં હળદરનો છોડ ઘરમાં લગાવવો ખૂબ જ શુભ કહેવાય છે કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે પરિવારમાં સંબંધો મજબૂત થાય છે.હળદરનો છોડ જેટલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલો જ ધાર્મિક રીતે પણ તેનું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરનો છોડ લગાવવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે. આ સાથે નકારાત્મક ઉર્જા ઘરની બહાર રહે છે.

હળદરની માળા વડે કોઈપણ મંત્રનો જાપ કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. તેની સાથે ભગવાન ગણેશની કૃપાથી અસાધારણ બુદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તો બીજી તરફ હળદરના છોડની પૂજા કરવાથી પણ દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે માટે હળદરનો છોડ પશ્ચિમ-ઉત્તર દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે.વાસ્તુ દોષોના નિવારણ માટે હળદરના છોડને અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. હળદરનો છોડ ઉત્તર કે પૂર્વ દિશામાં પણ લગાવી શકાય છે.