હળવદ: નવદંપતી ની કાર કેનાલમાં ખાબકી, બન્ને ના કરુણ મોત, લગ્ન ને હજુ 10 મહિના જ થયા હતા
ઉત્તરાયણ ના તહેવારમાં જ એક પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હળવદના અજિતગઢથી માળીયા તરફ જઈ રહેલી કાર કેનાલમાં ખાબકતા પતિ-પત્ની નું કરુણ મોત થયું હતું. અજિતગઢ નું નવદંપતી કાર લઈને જઈ રહ્યું હતું ત્યારે જ મંદરકીના નાળા નજીક કાર કેનાલમાં ખાબકતા બન્ને ના મોત થઇ ગયા હતા. બન્ને ના મોત ના સંચાર મળતા જ પરિવાર સહીત હળવદ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ કાર કેનાલમાં ખાબકતાં બંને લોકો સાવચેતીપૂર્વક ગાડીના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા અને બોનેટ પર ચઢી ગયા હતા. એક ભાઈએ બન્ને ને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતું અને બન્ને એ તે પકડી પણ લીધું હતું જો કે છતાં પણ તેઓ ડૂબી ગયા અને બચી ન શક્યા.
હળવદના અજીતગઢ ગામના રાહુલભાઈ ડાંગર અને તેમના પત્ની મિતલબેન આહીર સવારે અજીતગઢથી કારમાં મેઘપર ગામે સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક નર્મદા કેનાલમાં તેમની કાર ખાબકી હતી.કાર કેનાલમાં ખાબકતા જ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. બંને લોકો ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇને બોનેટ પર પણ ચઢી ગયા હતા. જો કે છતાં તેઓ બચી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ આહીર સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા.
બાદમાં બન્ને ને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પહેલા મિત્તલબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે રાહુલભાઈ ના મૃતદેહ ને શોધવામાં કલાકો લાગી ગયા હતા. રાહુલભાઈ નો મૃતદેહ પણ મળી આવતા પરિવારમાં આક્રંદ ફેલાઈ ગયો હતો. દુઃખની વાત એ છે કે રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન ને હજુ ૧૦ જ મહિના થયા હતા.