Gujarat

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી મૃતકના ઘરે પહોંચી મૃતક ની માસૂમ બાળકીને આપ્યું આ વચન

ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા બાદ ગુજરાતમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, યુવકની હત્યા જેહાદી ષડયંત્રમાં કરવામાં આવી છે. એવામાં કિશન બોળીયાની હત્યાને લઈને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં મૃતક યુવકના પરિવારને મળવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા પહોંચ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતક યુવકના પરિવારને મળવા ઝાંઝરકા ગામમાં પહોચ્યા હતા.

તે દરમિયાન યુવકના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. તે દરમિયાનમાલધારી સમાજના આગેવાનો સાથે પણ તેમને મુલાકાત કરી હતી. તેમને ત્યાં પહોંચીને મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને યુવકને જલ્દીથી ન્યાય અપાવવાની બાંહેદારી આપી હતી.
આ દરમિયાન તેમને પ્રેસ કોન્ફરન્સ કરતા મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા આપવામાં આવશે. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવી દઈશ.

આ કેસમાં તમે અડધી રાતના પણ અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપથી આ બાબતમાં ન્યાય અપાવીશ. જ્યારે હર્ષ સંઘવી મુલાકાત દરમિયાન કિશન ભરવાડના પરિવારજનો રડતા જોવા મળ્યા હતા. એવામાં કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ પણ રડતી જોવા મળી હતી. સંઘવીએ આ લોકો સાથે પણ મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.

નોંધનીય છે કે, કિશન બોળીયાની હત્યાને લઈને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા જ શબ્બીર ચોપડા ઇમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યાનો સ્વીકાર પણ કરી લીધો હતો. તેની સાથે તેને મદદ કરનાર વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જેહાદી ષડયંત્રમાં જમાલપુરના મૌલવી મોહંમદ અયુબ જરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા કેસમાં ચાર આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે. તેમાં તો બે આરોપી શાર્પશૂટર હતા. જેમાં શબ્બીર ચોપડા નામના આરોપી દ્વારા કિશન ભરવાડ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન બાઇક પર ઇમ્તિયાઝ નામનો આરોપી પણ રહેલો હતો. તે ધંધુકાનો લોકલ રહેવાસી પણ છે. આ બે લોકોની પહેલાથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હવે એક મૌલવીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ હત્યાની વાત કરવામાં આવે તો આ એક જેહાદી ષડયંત્રના ભાગ રૂપે તેની હત્યા કરવામાં આવી હતી. દિલ્હીમાં એક ધર્મગુરૂ છે જે યુવાઓના બ્રેનવોશ કરવામાં નિષ્ણાત છે. એવામાં આ ધર્મગુરુ દ્વારા મુંબઈમાં એક સભા કરવામાં આવી હતી. આ સભામાં શબ્બીર પણ ગયો હતો તે દરમિયાન ધર્મગુરુએ જણાવ્યું હતું કે, પોતાના ધર્મ પર ખતરો આવે તો તે જમાલપુરના એક મૌલવીથી મદદ લઇ શકે છે. તેમાં પણ સોશિયલ મીડિયા જે અવનવી બાબતો વાયરલ થતી હોય તેને ચોક્કસ જવાબ આપવો જરૂરી છે. તેના લીધે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી.

જ્યારે તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, હત્યા માટે જમાલપુરના મૌલવીએ 1 રિવોલ્વર અને 5 કારતૂસ પણ આપવામાં આવી હતી. જેના દ્વારા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. તેની સાથે શાર્પશૂટરને મદદ કરનાર એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલા ચાર આરોપીઓ ધરપકડ કરાઈ છે.