AhmedabadGujarat

અમદાવાદના દાણીલીમડામાં મુસ્લિમ યુવતી સાથે ફરતા યુવાન સાથે કરાઇ મારપીટ, યુવતીનો બુરખો પણ ઉતરાવી નખાયો

અમદાવાદનો એક મામલો હાલ ચર્ચા વિષય બન્યો છે. અમદાવાદના દાણીલીમડામાં પ્રેમી-પ્રેમિકાને જાહેર માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો દ્વારા બે પ્રેમ કરનારને જાહેર માર મારવામાં આવ્યો છે. જ્યારે આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પ્રેમી-પ્રેમિકાને જાહેરમાં તાલીબાની સજા આપવામાં આવી છે. આ ઘટનાની વાત કરીએ તો ૨૬ ઓગસ્ટના રોજ અમદાવાદના દાણીલીમડામાં આ ઘટના ઘટી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, લોકો દ્વારા બુરખા પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો અવારનવાર ખોલવામાં આવી રહ્યો છે. યુવતી દ્વારા ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એક વ્યક્તિએ જણાવ્યું કે, તેના બાપને ફોન લગાવો. જ્યારે બીજા દ્વારા હિંદુ છોકરાને થપ્પડ મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા ઘણા લોકો પણ યુવકને થપ્પડ મારતા અને ગાળો આપતા દેખવા મળ્યા હતા.

તેની સાથે ભીડ દ્વારા યુવકને ધમકી આપતા જણાવવામાં આવ્યું હતું કે, મુસ્લિમ યુવતી સાથે ફરવા જવાની હિંમત તારી કઈ રીતે થઈ. ઘટનાની જાણકારી મળતા અમદાવાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધીમાં અકબર પઠાણ, ફૈઝાન શેખ અને હુસૈન સૈયદ નામના ત્રણ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે