GujaratSouth GujaratSurat

વિશ્વ યોગ દિવસે સુરતમાં રચાયો ઇતિહાસ, દોઢ લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં યોજવામાં આવેલ રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં ઈતિહાસ રચવામાં આવ્યો છે. સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.. સુરતમાં આજે 1.50 લોકોએ એક સાથે યોગાભ્યાસ કરીને રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતનું નામ ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયું છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ડુમ્મસ રોડ ખાતે આજે રાજ્યકક્ષાએ યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસની થીમ વસુધૈવ કુટુંબકમ રખાઈ હતી. સુરતમાં યોજવામાં આવેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વહેલી સવારથી લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.જ્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પહોંચ્યા હતા. સુરતમાં એક સાથે દોઢ લાખ લોકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. દોઢ લાખ લોકોનો એક સાથે યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે.
આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે વિશ્વભરના દેશો યોગને અપનાવવામાં આવી રહ્યો છે. UN માં 180 દેશના પ્રતિનિધિઓ આજે  યોગા કરવામાં આવશે. આજે સમગ્ર વિશ્વ 9 માં યોગા વિશ્વ દિવસની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીના સુશાશનના પણ આ સાથે નવ વર્ષ પૂર્ણ થયા છે. જ્યારે વિશ્વ ભરમાં યોગ જાગૃતિ વધવા લાગી છે. ગુજરાતમાં 72000 સ્થળો પર યોગદિનની ઉજવણી કરાઈ રહી છે. જેમાં સવા કરોડ લોકો જોડાયેલા છે. જ્યારે સુરત ખાતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. યોગને  પ્રોત્સાહન આપવા યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.