જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત જુનાગઢથી સામે આવ્યો છે.
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. માણાવદર-બાંટવા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. બાંટવાના પાજોદ ગામ નજીક મોડી રાત્રીના ઇકો ગાડી દ્વારા બાઈક સવારને અડફેટે લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 28 વર્ષીય રામ, 16 વર્ષીય ભરત મોરીનું અને 34 વર્ષીય હરદાસ ઓડેદરાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં સર્જાયેલ ત્રણ યુવકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. કાર ચાલક દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરીને બાઇક પર જતા યુવકોને અડફેટે લેવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને બાઇક ચાલક નાસી ગયો હતો. બાટવાના પાજોદ ગામ નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા છે. બાઇક પર ત્રણ મિત્રોની આ સવારી જીંદગીની છેલ્લી સવારી રહી હતી. ઘટનાની જાણકારી પરિવાજનોને થતા ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું. ત્રણ યુવકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.