GujaratRajkotSaurashtra

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : બેકાબુ કારની ટક્કરથી યુવકનું સ્થળ પર જ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે.

રાજકોટથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટના રિંગ રોડ પાસે એક યુવકને કાર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં કાર ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી બ્રિજ પર ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા યુવકને કચડી નાખવામાં આવતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી.

આ બાબતમાં એક સ્થાનિક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કારમાં યુવતી પણ રહેલી હતી, યુવકને અડફેટે લીધા બાદ કારમાં સવાર યુવક-યુવતી ઘટનાસ્થળથી નાસી ગયા હતા. પોલીસ દ્વારા કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર રાજકોટના બિલ્ડરની હોવાની જાણકારી સામે આવી છે. RTO ની વેબસાઇટ પર આ કાર વિરેન જસાણીના નામે રજિસ્ટર્ડ હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ દ્વારા ત્યાર બાદ વિરેન જસાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું કે આ કાર તેમને થોડા સમય પહેલા વહેંચી દીધી હોવાનું કહ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની તપાસ શરુ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે