AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદના ગોતામાં મહિલાએ બાળકોની હોસ્પિટલમાં બે મોબાઈલની કરી ચોરી, પરંતુ આ કરી ભૂલ..

અમદાવાદમાં સતત ચોરી, છેતરપીંડી અને હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં એક મહિલા દ્વારા બાળકોની હોસ્પિટલમાંથી બે મોબાઈલ ચોરી કરી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તેમાં પણ જાણવા મળ્યું છે કે, આ મહિલા દ્વારા કરવામાં આવેલ ચોરી CCTV માં કેદ થઈ ગઈ હતી. તેના કારણે આ જાણ થઈ ગઈ છે કે મહિલાએ કેવી રીતે ચોરી કરી હતી. તમે તે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

અમદાવાદના ગોતા વિસ્તારમાં એક મહિલા સવારના ચોરી કરવાના ઈરાદાથી ફરી રહી હતી. તેમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં અલગ-અલગ ઓફીસ આવેલ છે જેમાં શનિવારના સમયે એક મહિલા પહેલા તો શેર માર્કેટની ઓફિસમાં જાય છે પરંતુ ત્યાં તેને કંઈ પણ મળતું નથી જેના કારણે તે પાછી આવી જાય છે. પરંતુ ત્યાર બાદ તે એક બાળકોની હોસ્પિટલમાં ચાલી જાય છે.

આ મહિલા બાળકોની હોસ્પિટલ જવા માટે એક કાગળનો સહારો લે છે અને તે કાગળ લઈને બાળકોના હોસ્પિટલમાં જાય છે તેના કારણે કોઈને એવું લાગે કે આ મહિલા કામ માટે જઈ રહી છે. પરંતુ તે હોસ્પિટલમાં જઈને રિસેપ્શનમાં પડેલ બે મોબાઈલ ચોરીને ચાલી જાય છે. તેનાથી એક વાત મહિલાને જાણે કોઈ નો પણ ભય ના હોય તેમ ચોરીને અંજામ આપીને ચાલી જાય છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ ચોરી બાળકોની હોસ્પિટલમાં કરવામાં આવી છે તે પણ ચિંતાની બાબત છે. કેમકે જો ચોરી કરવામાં આવી શકે છે તો બાળકોને પણ ચોરી શકે છે તેને લઈને આ કિસ્સાથી ચેતવું જરૂરી છે. એવામાં પોલીસ દ્વારા CCTV દ્વારા તપાસ કરી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેની સાથે પોલીસ દ્વારા એ પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે મહિલાએ મોબાઈલ સિવાય બીજું કોઈ વસ્તુની ચોરી કરી નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે