GujaratNorth Gujarat

ડીસામાં એક જ પરિવારના સાત સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો કર્યો પ્રયાસ

બનાસકાંઠા જિલ્લામાં એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના સાત સભ્યો દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં  પાલનપુર ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. પાલનપુર ની સરકારી હોસ્પિટલમાં તમામ સારવાર હેઠળ રહેલા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામમાં એક જ પરિવારના સાત લોકો દ્વારા જંતુનાશક દવા પી લેવામાં આવી છે. માતા-પિતા અને બાળકો સહિત સાત લોકો દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં સમગ્ર પંથકમાં શોકનું મોજું છવાઈ ગયું છે.  ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ માલગઢ પહોંચી આવી હતી. જ્યારે આ તમામને સારવાર માટે પહેલા ડીસા ની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે આ તમામને પાલનપુર ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

આ મામલામાં ડીસા પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા માટે સ્થાનિક લોકો અને સગા-સંબંધીઓથી આ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ પરિવાર દ્વારા આ પગલું કેમ ભરવામાં આવ્યું તેને લઈને કોઈ સાચી હકિકત સામે આવી નથી.