healthIndia

દેશમાં કોરોનાની ત્રીજી લહેર બની ભયંકર, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડ મોત નોંધાયા

દેશમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.35 લાખ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે મોતના આંકડા ભય વધારનારા છે. છેલ્લા 24 કલાકમાં 871 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે ગુજરાતમાં પણ છેલ્લા કલાકમાં સૌથી વધુ 30 દર્દીના મુત્યુ થયા હતા.

તેની સાથે દેશમાં એક્ટિવની કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 20,04,333 એક્ટીવ કેસ રહેલા છે. જ્યારે તેની સાથે એક સારી વાત પણ છે 2.5 લાખ કોરોનાના કેસ નોંધાવવાની સાથે છેલ્લા 24 કલાકમાં 3,35,939 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 3,83,60,710 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં પણ કોરોના વાયરસનો કહેર ઓછો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4044 કેસ સામે આવ્યા છે. તેની સાથે દિલ્હીમાં એક્ટીવ કેસ સંખ્યા વધીને 18,19,332 પહોંચી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં નિરંતર ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેની સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,131 કેસ સામે આવ્યા છે. તેની સાથે રાહત પહોંચાડનાર પણ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22070 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેના લીધે રિકવરી રેટમાં વધારો થતા 89.59 ટકા પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો 10,14,501 પહોંચી ગયો છે.