ઇરાનના સુલેમાની ની હત્યા મામલે મોટો ખુલાસો, અમેરિકાની મદદ કોણે કરી હતી જાણૉ
ઈરાની સૈન્યના ટોચના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો છે, અને ઈરાન, ઇરાકમાં યુએસ સૈન્ય મથકો પર બદલો મિસાઇલ હુમલો કરવા માંગ કરી રહ્યો છે, જેનાથી બંને દેશોના સંબંધો વધુ વણસી રહયા છે. દરમિયાન એક અહેવાલ બહાર આવ્યો છે, જેના કારણે આ બંને દેશોની સાથે ઇઝરાઇલની સાથે ઈરાનનું તણાવ વધુ વધી શકે છે. હકીકતમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુલેમાની ની હત્યા મામલે ઇઝરાઇલે યુએસ-ઈરાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
એક અમેરિકન ન્યૂઝ એજન્સી અનુસાર, ઇઝરાયેલે અમેરિકાને કાસિમ સુલેમાનીની હત્યામાં આંતરિક રીતે મદદ કરી હતી. અમેરિકાના એનબીસી ન્યૂઝના અહેવાલમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 3 જાન્યુઆરીએ જનરલ સુલેમાનીને મારવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં ઇઝરાયેલે અમેરિકન એજન્સીઓને ઘણી ગુપ્ત માહિતી આપી હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે સીરિયન એરપોર્ટ પર ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ટોચના જનરલ કાસિમ સુલેમાનીની હાજરીથી બાતમી મળ્યા બાદ ઇઝરાયેલે તેની પુષ્ટિ કરવામાં મદદ કરી હતી. ઇઝરાયેલે અમેરિકાને સુલેમાનીની દમાસ્કસથી ઇરાકથી બગદાદની ફ્લાઇટની માહિતી આપી.ઓપરેશન માટેની સચોટ માહિતીની સાથે બે સ્રોતને ટાંકીને મદદ કરવામાં આવી હતી, જેના પછી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અમેરિકન સુરક્ષા એજન્સીઓ વર્ષોથી અમેરિકાની નજરમાં રહેલા ઈરાનની ફોર્સના મેજર કાસિમ સુલેમાનીની હત્યા કરવા માટે સખત મહેનત કરી રહી હતી. અમેરિકન એજન્સીઓ તેની બધી પ્રવૃત્તિઓ વર્ષોથી ટ્રેક કરતી હતી. તેઓ ક્યારે જઇ રહ્યા છે, તેઓ ઘણા લોકો સાથે ક્યાં જઈ રહ્યા છે, સુરક્ષા વ્યવસ્થા કઇ છે અને તેમનું ઠેકાણું ક્યાં છે? અમેરિકન એજન્સીઓ દ્વારા આ બધી માહિતી પહેલાથી જ એકત્રિત કરવામાં આવી હતી.ત્યારબાદ સુલેમાની પર હુમલો કરવાની યોજના બનાવવામાં આવી.
ઇરાન પહેલાથી જ ઇઝરાઇલને દેશનો દુશ્મન અને આ ક્ષેત્રમાં અમેરિકાનો એજન્ટ માને છે. કદાચ આ જ કારણ છે કે શુક્રવારે ઇરાની તરફથી કોઈ સંભવિત હુમલો થવાના ભયની વચ્ચે શુક્રવારે ઇઝરાઇલના બે એફ -35 લડાકુ વિમાનોએ ઇરાક-સીરિયા સરહદ પર હાશેદ અલ-શાબી અર્ધ લશ્કરી દળના ઠેકાણા પર બોમ્બ ધડાકા કર્યા હતા. જેમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં.