India

23,499 રૂપિયામાં iPhone 12 મિની ખરીદવાની તક, આ રીતે ખરીદી શકો

ફ્લિપકાર્ટ ફરી એકવાર એક શાનદાર સેલ લાવ્યું છે, જેને બિગ બચત ધમાલ સેલના નામે લાઈવ કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટનો બિગ બચત ધમાલ સેલ 7મી જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 9મી જાન્યુઆરી સુધી ચાલશે.ફ્લિપકાર્ટના આ સેલ દરમિયાન ઘણી કંપનીઓના સ્માર્ટફોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. જો તમે નવા Apple iPhone ફોન શોધી રહ્યા છો, તો અમે તમારા માટે એક મોટી ડીલ લઈને આવ્યા છીએ. સેલ હેઠળ iPhone 12 મિનીને ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે.

iPhone 12 Mini ની લોન્ચ કિંમત 59,900 રૂપિયા છે, પરંતુ આ Flipkart સેલ દરમિયાન ફોન 40,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં સ્માર્ટફોન પર એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે, જેના પછી સ્માર્ટફોનની કિંમતમાં વધુ ઘટાડો થશે.Axis Bank દ્વારા iPhone 12 Mini પર 5% નું અમર્યાદિત કેશબેક આપવામાં આવી રહ્યું છે. જો તમે ખરીદી કરતી વખતે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને રૂ.2050 નું ડિસ્કાઉન્ટ મળશે.

આ રીતે ફોનની કિંમત હવે 38,949 રૂપિયા થશે. ફોન પર 15,450 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરો છો અને તમને સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યુ મળે છે, તો iPhone 12 Mini ની કિંમત માત્ર 23,499 રૂપિયા થશે.

Apple iPhone 12 Mini ના ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે 7MP કેમેરા છે. આ સ્માર્ટફોનમાં માત્ર 64GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. iPhone 12 Miniમાં મજબૂત બેટરી આપવામાં આવી છે. આ સાથે સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે Wi-Fi, GPS, Bluetooth અને USB પોર્ટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.