International
ઇરાકમાં અમેરિકાના બેઝ પર 8 રોકેટથી હુમલો, 4 ઘાયલ
ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંઘર્ષની વચ્ચે રવિવારે યુએસ સૈન્ય મથક ઉપર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. ઇરાકના અલ બાલાદમાં યુએસના એરબેઝ પર આઠ રોકેટ ફાયર થયા હતા, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે ઇરાકી અધિકારીઓ અને બે એરમેન પણ છે.
- અત્યારે આખા વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ પર છે. બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ હોવાનું લાગી રહ્યું છે. આ અગાઉ ઇરાન અને ઇરાકએ યુએસ અને ગઠબંધન સૈન્ય મથકો પર ડઝનથી વધુ મિસાઇલો પર હુમલો કર્યો છે.
- જણાવી દઈએ કે જ્યારે અમેરિકા ઈરાન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, ત્યારે હવે આવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના નથી. ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો પર આ નવા રોકેટ હુમલો બાદ યુ.એસ.ની પ્રતિક્રિયા પર દરેકની નજર છે.