GujaratJunagadhSaurashtra

જૂનાગઢમાં આભ ફાટ્યું, 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં જૂનાગઢમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. જૂનાગઢ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જુનાગઢમાં માત્ર ત્રણ કલાકમાં ૧૬ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ 16 ઈંચ જેટલો વરસાદ 3 કલાકમાં લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે આ વરસાદના લીધે અનેક વાહનો પાણીમાં તણાયાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે દરેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

તેની સાથે જૂનાગઢમાં ભારે વરસાદના લીધે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેનાર લોકો મુશ્કેલીમાં ફસાયા હોય તો તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢમાં સાંબેલાધાર માત્ર ત્રણ કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટ્યા જેવી સ્થિતી ઉભી થઈ છે. ગિરનારમાં ભારે વરસાદથી કાળવા નદી ગાંડીતૂર  ગઈ છે. આ સિવાય ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક પ્રવાહ જોવા મળ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ ગંભીર સ્થિતી જોવા મળી રહી છે. તેની સાથે જુનાગઢ અનેક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે.