SaurashtraGujaratJunagadh

જૂનાગઢ તોડકાંડને કેસને લઈને આવ્યા મોટા સમાચાર, તરલ ભટ્ટ પાસેથી મળ્યા મહત્વના પુરાવા

જૂનાગઢ તોડકાંડ મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. જ્યારે આ મામલામાં આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ હાલમાં રિમાન્ડ ઉપર રહેલા છે. એવામાં હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે. પીઆઈ તરલ ભટ્ટ પાસેથી મહત્વના પુરાવાઓ એકત્ર કરવામાં ATS ની ટીમને સફળતા પ્રાપ્ત થઈ છે. તરલ ભટ્ટ પાસેથી પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ રિમાન્ડ દરમ્યાન જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ FSL માં મોકલાશે.

જૂનાગઢ તોડકાંડ કેસ મામલામાં જાણકારી સામે આવી છે કે, એટીએસ તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય જૂનાગઢ SOG ઓફિસ માંથી બે કોમ્પ્યુટર અને એક પેનડ્રાઈવ પણ પ્રાપ્ત થઈ છે. આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ FSL માં મોકલાશે. તેના સિવાય એટીએસ તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ડેટાની તપાસ કરી તોડકાંડ ને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે..

તમને જણાવી દઈએ કે, જૂનાગઢ કોર્ટ દ્વારા તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન તોડકાંડ મામલે પૂછપરછ કરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતા તરલ ભટ્ટને જૂનાગઢ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેની સાથે કેરળ નાં વેપારી કાર્તિક ભંડારી નું ખાતું ફ્રીઝ કરી ફરીથી ઓપન કરવા બાબતમાં 20 લાખની માંગણી કરવામાં આવી હતી. તેના લીધે કાર્તિક ભંડારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા એસઓજી પીઆઇ એ. એમ. ગોહિલ, એએસઆઇ દીપક જાની અને માણાવદર સર્કલ પીઆઇ તરલ ભટ્ટ શંકાના દાયરામાં આવી ગયા હતા.

આ અગાઉ, જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા આરોપી PI તરલ ભટ્ટના ઘરે તપાસ શરૂ કરવામાં આવી હતી. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યારે દોઢ કલાક ચાલેલી આ તેમના પરિવાર સાથે તેમને લઈને પૂછપરછ કરાઈ હતી. આ સિવાય તરલ ભટ્ટનું ઘર પિતાના નામે રહેલુ હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ જાણકારી મેળવાઈ હતી. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ જાણકારી સામે આવી હતી. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.