જૂનાગઢનો યુવક જબરો ફસાયો, પહેલા યુવતીએ કરી મીઠી-મીઠી વાતો અને પછી….
છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હનીટ્રેપની અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે એવામાં આજે જૂનાગઢથી એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવાનને યુવતી દ્વારા ફસાવીને પૈસા પડાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે વાત કરવી ઘણી મોંઘી પડી હતી. યુવકને યુવતી સાથે વાત કરવી 55 હજારમાં પડી હતી.
મહિલા દ્વારા યુવાન સાથે મીઠી-મીઠી વાતો કરીને ફસાવવામાં આવ્યો હતો. યુવતી દ્વારા પહેલા ગુગલ પે એકાઉન્ટથી 31 હજાર અને ત્યાર બાદ ડેબિટ કાર્ડનો પિન નંબર મેળવીને ATM માંથી 24 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવાન દ્વારા આ બાબતમાં પોલીસ ફરીયાદ કરવા આવી હતી.
તેની સાથે આ ઘટનામાં વધુ માહિતી સામે આવી છે કે, જુનાગઢના શહેરના બોડગવાસમાં રહેનાર 28 વર્ષિય રવિ હરીભાઇ સોલંકીના નામના યુવક સાથે આ ઘટના ઘટી હતી. રવિ દ્વારા થોડા દિવસો પહેલા ટીન્ડર નામની ચેટીંગ એપ પર એક યુવતી સાથે વાતચીત કરવામાં આવી હતી. પરંતુ આ વાતચીત તેને ઘણી મોંઘી પડી હતી. જેમાં એક યુવતી દ્વારા રવિ સાથે મીઠી-મીઠી વાતો મેસેજ દ્વારા કરવામાં આવી અને બપોરના સમયે તેને એપ દ્વારા રવિ સાથે મુલાકાત પણ કરી હતી.
ત્યાર બાદ રવિને મેસેજ કરી યુવતીએ રૂમમાં આવવા માટે જણાવ્યું હતું. રવિના રૂમમાં જતા જ અજાણ્યા વ્યક્તિ દ્વારા રૂમના દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો હતો અને જોત-જોતામાં ત્રણ યુવકો રૂમમાં ઘુસી આવ્યા હતા. ત્યાર બાદ આ ત્રણ યુવકો તેને ગાળો આપવાની સાથે મારવા લાગ્યા હતા. પછી રવિને તે લોકોએ ખરાબ ધંધા કરે છે તેમ કહીને ગુગલ પે દ્વારા અને ATM દ્વારા 55 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ રવિ દ્વારા આ બાબતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.