વધુ એક કબૂતરબાજી કૌભાંડનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની કરવામાં આવી ધરપકડ
ગાંધીનગર પોલીસે હાલમાં કબૂતરબાજી કૌભાંડ પર્દાફાશ કર્યો હતો ત્યારે હવે વધુ એક કબૂતરબાજી કૌભાંડ કરી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે ચાર આરોપીઓમાં પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. જે રાજ્યમાં એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કબૂતરબાજી કૌભાંડના આરોપીઓ કરોડો રૂપિયા લઈને ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા.
આ આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી દેતા હતા અને ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરવામાં આ આરોપીઓ સંડોવાયેલા હતા. આ આરોપી દ્વારા અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલ્યા છે.
આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને US જવાનું હોવાથી તેમને આ આરોપીના પિતા અને પુત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવી દીધો હતો અને આ બન્નેને પતિ-પત્ની હોવાનું પાસપોર્ટમાં દર્શાવ્યું હતું. અને આ ખોટા પાસપોર્ટના આધારે બન્નેના નાઇઝેરીયા વિઝા કઢાવવા માટે દિલ્હી ખાતે અરજી કરી હતી.
આ કામ માટે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાન પર આવતા આખા રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો. જો કે આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલાય લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ બનાવી દઈને વિદેશ મોકલી આપ્યા છે.